કોઠારા પોલીસે બે વ્યાજખોરોને પકડી પાડી રોકડ, દાગીના અને જમીનના દસ્તાવેજો પડાવી લેવાના કેસમાં રૂ. સવા 2. કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજ તથા સુશ્રી મનિષા દેસાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, નલીયા વિભાગ, નલીયાનાઓએ વ્યાજખોરો વિરૂધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે સુચના અન્વયે કામગીરી ચાલુમા હતી તે દરમ્યાન વ્યાજના વિષચક્ર મા ફસાયેલ યુવક કોઠારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સપેક્ટર પી.કે.રાડાનાઓને મળી પોતાની હકિક્ત જણાવેલ કે “આરોપીઓએ પોતાને દસ ટકા વ્યાજ લેખે રૂપિયા આપી ત્યાર બાદ વ્યાજના નામે પોતાના સહી વાળા કોરા ચેક તથા સી ફુડના સ્ટેમ્પ, સહી વાળી ચેકબુકો તથા વ્યાજના નામે ફોર વ્હીલર કાર સાટા કરાર થી લખાવી તથા વધુ મુદત આપવા પોતાની કિમતી જમીનનો સાટા કરાર ત્યાર બાદ ધાક ધમકીઓ કરી પોતાની કિમતી જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવાની હકિકત જણાવતા” વિગતવાર તપાસ કરી આરોપીઓ વિરૂધ્ધ કોઠારા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૨૩૨૬૦૧૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા અધિ. ૨૦૨૩ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૩),૩૦૮(૫),૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦, ૪૨, ૪૩ મુજબનો રજી. કરવામા આવેલ અને આરોપીઓએ છળ કપટ અને વ્યાજની રકમમાથી મેળવેલ રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાઓ તથા વ્યાજ પેટે મેળવેલ અસલ દસ્તાવેજો તથા કોરા સહી વાળા ચેક બુકો પોતાના ભત્રીજાઓ દ્વારા ઓસમાણ ઉર્ફે ગની મંધરા રહે.રાયધણપર તા.અબડાસા વાળાના ઘરે સંતાળી આવેલ હોવાની બાતમી હકિકત પોલીસ ઇન્સ્પેટરશ્રી પી.કે.રાડા નાઓને મળતા તુરંતજ પોલીસ વર્કઆઉટ કરી બાતમી હકિક્ત મુજબ પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા આરોપીઓનુ નીચે મુજબનુ આધાર પુરવા વગરનુ કિમતી મુદામાલ મળી આવતા તપાસ કામે કબ્જે કરવામા આવેલ છે.