ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન ની રેલીમાં તેની ગાડી ની આગળ ભગવાનશ્રી હનુમાન ને નચાવતા હતા ત્યારે કચ્છના સાધુ સંતો અને સનાતન સમાજની ભાવના આહત નહોતી થઇ”
સાંસદ પપુ યાદવ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતું દાન RSS તેમજ ભાજપના લોકો દાનની ચોરી કરતા પકડાએલ અને સમગ્ર દેશના સનાતન સમાજ અને હિંદુ ધર્મના લોકોને ખુબજ આઘાત લાગેલ હતો અને સમગ્ર દેશ ને ચંદા ચોરી બાબતે ધ્યાન ખેચવા માટે સાંસદ પપુ યાદવ દ્વારા રામ મંદિર માં થયેલ ચોરી અંગે પ્રતિક રૂપે પુજારી નો પહેરવેશ પહેરેલ હતો અને ભાજપના લોકો અને એની ભગીની સંસ્થાઓ આસ્થાના કેન્દ્રો ને પણ ચોરી કરવામાં છોડતા નથી અને સમગ્ર દેશની આ દાન ચોરી થી ખુબજ લાગણી દુભાયેલ હતી ત્યારે કચ્છના કોઈ સાધુ સંતો કે સનાતન સમાજના લોકો ની લાગણી આહત થયેલ નહોતી પરંતુ પપુ યાદવના પહેરવેશ થી કચ્છના સાધુ સંતો ની ભાવના આહત થઇ સનાતન ધર્મ ના લોકો ની લાગણી દુભાણી પરંતુ મંદિરમાં દાન ચોરી થયેલ ત્યારે કોઈની લાગણી આહત થયેલ નહોતી અને તે બાબતે કોઈ ને બોલવું નથી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન ની રેલીમાં તેમની ગાડી ની આગળ ભગવાન શ્રી હનુમાન જી ને નચાવતા હતા ત્યારે કોઈ સાધુ સંતોની કે સનાતની સમાજ ની ભાવના આહત થયેલ નહોતી અને કોઈ પ્રતિક્રિયા પણ આવેલ નહોતી.
મહામાનવ દેશના પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામને નાના બતાવી તેમની આંગળી પકડી ને ચાલતા પોતાને મોટા બતાવતા હતા ત્યારે કોઈની લાગણી દુભાયેલ નહોતી
ભારતના કતલખાનાઓ ના માલિકો પાસેથી ભાજપ ચુંટણી ફંડ લે છે અને ભાજપના અંધ ભક્તો નરેન્દ્ર મોદી ને અવાર-નવાર ભગવાનના રૂપમાં બતાવે છે ત્યારે કોઈ સનાતન સમાજની લાગણી દુભાતી નથી.
કચ્છમાં સાધુ સંતો ગાયને રાજ્ય માતા કે રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ઉપવાસ આંદોલનો કરતા હોય તેમની લાગણી ભાજપ સરકાર સમજવા ત્યાર નથી અને કચ્છ માં લાખો એકર જમીન ભાજપના નેતાઓ અને આગેવાનો દબાવીને બેઠા છે જેના માટે કચ્છ ના સાધુ સંતો ક્યારે પણ બહાર આવતા નથી ત્યારે કચ્છની સાધુ સંતોની સભા માત્ર ભાજપની સરકાર ને સમર્થન મળે તેજ હેતુ માટે આવા કાર્યક્રમો કરવમાં આવી રહેલ છે.
ભાજપ સરકારે દેશના શંકરાચાર્યનું પણ વારંવાર અપમાન કરેલ છે અને ત્યારે પણ સનાતન સમાજની લાગણી દુભાયેલ નહોતી પરંતુ ભાજપ સરકાર ની સામે કોઈ વિરોધ કરે ત્યારેજ કચ્છ ના સાધુ સંતો નો વિરોધ થાય છે એવું કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલની યાદી એ જણાવેલ છે.