હમીરસર તળાવમાંથી ભુજના યુવાનની લાશ મળતાં ચકચાર

copy image

copy image

copy image
copy image

 ભુજના હમીરસર તળાવમાંથી ભુજના 30 વર્ષીય યુવાનની લાશ મળતાં અરેરાટી સાથે ચકચાર મચી હતી,મળતી માહિતી મુજબ મૂળ અબડાસા તાલુકાના વિંઝાણના હાલે ભુજના ગણેશનગરમાં રહેતા યુવાન જીતેન્દ્ર સિંધલની ગઈકાલે રાતે હમીરસર તળાવમાંથી લાશ મળી હતી. યુવાનના ભાઈ તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈએ હાથ ધરી છે.