પ્લાસ્ટિકની ચલણી નોટો આવી રહી છે; 30 વર્ષ સુધી ચાલશે

image

ભારતીય રિઝર્વ બેન્ક આગામી નાણાં વર્ષ 2027-28ની શરૂઆતથી દેશમાં લાંબા સમય સુધી ચાલનારી પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટ લાવવાની તૈયારી કરે છે.મળતી માહિતી આરબીઆઇની આર્થિક નીતિ સમિતિની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિશ્વના અનેક દેશોમાં પ્લાસ્ટિકની ચલણી નોટો 30 વર્ષથી પણ વધુ સમય સુધી સફળતાપૂર્વક ઉપયોગમાં રહી છે. આપણા દેશમાં પણ 30 વર્ષ સુધી આવી ચલણી નોટો ચાલશે. શરૂઆતમાં નાનાં મૂલ્યની એટલે કે 10 અને 20 રૂપિયાવાળી નોટો બજારમાં આવશે.