પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે નવોદય સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

JNV DAY CELEBRATION 5 AUGUST 2026 (1)

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા ખાતે નવોદય વિદ્યાલય સમિતિના નિર્દેશ અનુસાર નવોદય સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર શ્રી દિનેશભાઈ સંજોત વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રીમતી પ્રતિભાસિંઘ દ્વારા મુખ્ય અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વધુમાં, રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, મુખ્ય અતિથિ શ્રી દિનેશભાઈ સંજોતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવોદય વિદ્યાલયની સ્થાપનાનું મહત્વ, તેના સંચાલન અને ગતિવિધિઓ વિશે માહિતગાર કરવાનો હતો. જવાહર નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણની પ્રવેશ પરીક્ષા માટે આવેદન કરવાની અંતિમ તારીખ ૭ ઓગસ્ટ રાખવામાં આવી છે તેને ધ્યાને લઈને વાલીઓને અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

૦૦૦૦