૦૬ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ,૨૦૨૬ દરમિયાન એન્ટ્રીઓ આમંત્રિત – સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ લઈ શકશે ભાગ

ગુજરાત સરકાર દ્વારા શ્રાવણ માસના પવિત્ર અવસરે વડનગરના સમૃદ્ધ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાના હેતુથી’Shravanotsav@Vadnagar’ અંતર્ગત વિશેષ રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ‘અનંત અનાદિ વડનગર’થીમ પર યોજાયેલી સ્પર્ધાને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યા બાદ, હવે આ સ્પર્ધાના દ્વિતીય તબક્કાની સત્તાવાર જાહેરાતકરવામાં આવી છે. રાજ્યના સર્જનાત્મક યુવાનો અને ઉત્સાહી નાગરિકો વડનગરની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરીશકે તે માટે આ મંચ પૂરું પાડવામાં આવ્યું છે.સ્પર્ધાના આ બીજા તબક્કા માટે ‘Shravanotsav@Vadnagar’ થીમ નક્કી કરવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએવડનગરના આધ્યાત્મિક મહત્ત્વ અને સંસ્કૃતિને આવરી લેતી આકર્ષક ટૂંકી રીલ બનાવવાની રહેશે. સ્પર્ધકો માટે તકનીકી બાબતોનું ધ્યાનરાખવું જરૂરી રહેશે, જેમાં વીડિયોની અવધિ વધુમાં વધુ ૩ મિનિટ સુધીની અને રિઝોલ્યુશન ન્યૂનતમ 720p હોવું જોઈએ. આ રજૂઆતગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોવી જોઈએ; જો અન્ય પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો સબટાઇટલ્સઉમેરવા ફરજિયાત રહેશે. વધુમાં, રીલ સંપૂર્ણપણે સ્પર્ધકે પોતે શૂટ કરેલી અને મૂળભૂત (Original) હોવી જોઈએ. AI દ્વારા તૈયાર કરાયેલીકે કૉપિરાઇટ ધરાવતી સામગ્રી સ્વીકાર્ય રહેશે નહીં.તૈયાર કરાયેલી આ રીલને સ્પર્ધકે પોતાના ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ હેન્ડલ પર પબ્લિક મોડમાં પોસ્ટ કરી, તેની લિંક ‘MyGov Gujarat’
પોર્ટલ પર આપેલી સત્તાવાર લિંક મારફતે સબમિટ કરવાની રહેશે. આ સ્પર્ધા તારીખ ૦૬ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ખુલ્લી
રહેશે.નાગરિકોમાં કલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાંઆવી છે. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૩૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૨૧,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ.૧૧,૦૦૦નું રોકડ ઇનામ
આપવામાં આવશે. આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ એ છે કે સામાન્ય નાગરિકોની સાથે-સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આસ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે.રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમ સાથે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ આજે જ ‘MyGov Gujarat’પોર્ટલ https://gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition ઉપર મુલાકાત લઈ પોતાની એન્ટ્રી નોંધાવવાની રહેશે. વડનગરની પવિત્ર ભૂમિના ગૌરવવંતા વારસાને પોતાના કેમેરાના લેન્સથી કંડારીને ડિજિટલ માધ્યમથી દેશ-વિદેશ સુધી પહોંચાડવા માટે મહત્તમ લોકોને આ સ્પર્ધામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.