સુધારા’ માટે જેન-ઝીનું આંદોલન જરૂરી હતું : ભાગવત

image

 નીટ પેપર લીક વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન બાદ યુવાનો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌથી મહત્ત્વના સંવાદમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતે ગુરુવારે દેશની સરકારને મોટી શિખામાણ આપી હતી. ભાગવતે કહ્યું કે, સરકારે પહેલાં જ વાતચીત કરી લીધી હોત, તો આંદોલન થાત જ નહીં. જેન-ઝેડ આંદોલન કરી રહી છે, તો તે રાષ્ટ્રવિરોધી નથી. વિરોધ કરવાથી જેન-ઝેડ દેશદ્રોહી નથી બની જતી. તેવું ધ્યાન ખેંચનારું નિવેદન તેમણે કર્યું હતું. મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ યુનાઈટેડ મૂવમેન્ટ નેશન્સની 15મી વર્ષગાંઠ નિમિત્તે યોજિત સમારોહને સંબોધતા ભાગવતે આવી વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જેન-ઝેડ રાડો પાડે છે, તો જરૂર તેમને કોઈ તકલીફ છે, ત્યારે જ રાડો પાડે છે, આંદોલન અમારા કે આપણા વિરુદ્ધ નથી, પરંતુ સિસ્ટમમાં સુધાર માટેના છે અને હોવું જોઈએ. આંદોલન કરતા જેન-ઝેડ દેશ વિરોધી નથી, આપણા જ સભ્યો છે, આપણી નવી પેઢી છે, તેમની સાથે આપણો સંબંધ છે, તેમણે આપણી વાત સમજવી જોઈએ એ જ રીતે આપણે તેમની વાત સમજવી જોઈએ તેવું સંઘ સુપ્રીમો બોલ્યા હતા. જંતરમંતર પર લાઠીચાર્જ જેવી કાર્યવાહી શા માટે થઈ તેનું કારણ જાણવું પડશે. કેટલાક ઉપદ્રવી પણ સામેલ હતા, તેવું અખબારોમાં વાંચ્યું છે. જો મને આંખ બંધ કરીને ભરોસો કરવો હોય, તો હું જેન-ઝેડ પર કરી શકું છું તેવું ભાગવત બોલ્યા હતા. શિક્ષણ સંસ્થાનોની દશા પર તેમણે કહ્યું હતું કે, શિક્ષણ એ કોઈ કમાણીનો ધંધો નથી. શિક્ષણ સૌને સરળતાથી મળી રહે, તેવી માળખાંગત સુવિધાઓ હોવી જોઈએ. પાકિસ્તાન-ચીન સાથે વાતચીત બંધ થવા પર સંઘ સુપ્રીમોએ કહ્યું હતું કે, લડાઈના સમયે આપણે સરકારનો સાથ દેવો જોઈએ, પરંતુ લડાઈ ખતમ થઈ જાય, તો વાતચીતનો માર્ગ શોધવો જોઈએ. એ સિવાય મહિલાઓના નેતૃત્વ પર ભાગવતે કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી માટે માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાના સંદર્ભમાં એ નક્કી છે કે, મહિલાઓએ આગળ આવવું જોઈએ, તેમને સમાન અધિકર મળવા જોઈએ.