આડેસર પોલીસે 23 અબોલ પશુઓને બચાવી ચાર જણ સામે ફરિયાદ
આડેસર પોલીસ ટીમે અબોલ પશુ ઉપર અત્યારચાર ગુજારનાર શખ્સ સામે વિધીવત રીતે ફોજદારી નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આડેસર ચેકપોસ્ટ પાસે પોલીસે બોલેરો પીકઅપ વાહનને રોકવાની તપાસ હાથ ધરી હતી.જેમાં અબોલ જીવ ઘેટા નંગ.23 હોવાનુ સામે ઉપર આવ્યુ હતું.પકડાયેલા આરોપી લક્ષ્મણ મેરાભાઈ ભરવાડે પશુઓની હેરફેર માટે જરૂરી પરવાના ન મેળવવી તેમજ ઘાસ-ચારની પુરતી વ્યવસ્થા કરી ન હતી. પોલીસે આ પશુઓને બચાવીને જીવદયા મંડળ રાપર માં મોકલી અપાયા હતા.પોલીસે આરોપીઓઅને અજાણ્યો મોબાઈલ નંબર ધારક સહિત ચાર જણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.