ગુનાહીત ઇતિહાસ ધરાવતા આરોપીઓના દેરકાયદેસર દબાણ વિરૂધ્ધ તંત્ર અને જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહિ પૂર્વ કચ્છ ગાંધીધામ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા સાહેબનાઓ તથા અત્રેના પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન, છેતરપીડી,ધાક ધમકી, ચોરી, એન.ડી.પી.એસ, જુગાર ધારા, પશુ અત્યાચાર એક્ટ મુજબના ગુનાહીત ઇતિહાસ ધરાવતા આરોપીઓએ શેખ ટીંમ્બા વિસ્તાર અંજાર ખાતેના આશરે એક કરોડ જેટલી કિંમતના ગેરકાયદેસરના પાંચ જેટલા મકાનોનું દબાણ દુર કરી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહિ કરવામાં આવેલ. (૧) શબીર ઉર્ફે પિચ્છુ સુલતાનશા શેખ રહે, હેમલાઈ ફળીયુ અંજાર (છેતરપીડી,ધાક ધમકી) (૨) મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર કકલ રહે. ગરાસીયા ફળીયુ શેંખટીંબો અંજાર (ચોરી ,એન.ડી.પી.એસ) (૩) અબ્બાસ ઈબ્રાહીમ શેખ રહે. હેમલાઈ ફાળીયુ બાપુની દરગાહ સામે અંજાર (ધાક ધમકી , જુગાર ધારા) (૪) કાસમ ઉર્ફે ભુરો જુસબશ શેખ રહે. હેમલાઈ ફાળીયુ અંજાર (પશુ અત્યાચાર એક્ટ) (૫) અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખ રહે. હેમલાઈ ફળીયુ અંજાર(છેતરપીંડી)