ભુજની પોલીટેક્નિક કોલેજમાં વિવિધ સમસ્યાઓ મુદ્દે રજુઆત

ભુજની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ તંત્ર સામે વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોલેજમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી…સાથેજ કોલેજના વિવિધ વિભાગોના બાથરૂમમાં સફાઈનો અભાવ હોવાની સાથે પાણીની પણ સમસ્યા કારણે વિધાર્થીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે…બીજી તરફ કેન્ટીનમાં છેલ્લા છ મહિનાથી પંખા બંધ હાલતમાં છે…સાથેજ કેન્ટીન માંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે… લાઈબ્રેરીમાં પણ વિદ્યાર્થીઓ માટે પૂરતી ખુરશીઓ ઉપલબ્ધ નથી. જે ખુરશીઓ છે તેમાંથી કેટલીક તૂટેલી હાલતમાં છે…કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ બાદ યોગ્ય જાળવણીના અભાવે બાવળિયા અને કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે….વિધાર્થીઓની રજુઆત બાદ પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ હરકતમાં આવ્યા હતા..તાત્કાલિક સંબંધિત વિભાગના વડા સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી હતી…. હવે જોવાનું રહ્યું કે કોલેજ તંત્ર દ્વારા આ ફરિયાદોને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે..