સ્તારના સુમરાસર (શેખ), તા.ભુજ-કચ્છ મધ્યે પાણીની અનિયમીતતા બાબતે.

image

તેઓએ જણાવ્યું હતું કે ઉપરોકત વિષય અન્વયે જયભારત સાથે જણાવવાનું કે, પાણીની અનિયતિતા બાબતે મારા મત વિસ્તારના સુમરાસર (શેખ) ગામને મારા ધ્વારા તારીખ : ૨૨/૦૬/૨૦૨૬ ના રોજે રજુઆત કરેલ હતી. તે પછી ગામને પાણીનો પુરતો પુરવઠો મળતો હતો.ત્યારબાદ આપના ડિપાર્ટમેન્ટ ધ્વારા રૂદ્દમાતા થી સુમરાસર (શેખ) ગામ સુધી પાઈપ લાઈન નાખવાની યોજના મંજુર કરવામાં આવી, જેમાં લોક ભાગીદારી થી લોકો ધ્વારા લોકફાળો ભરી અને યોજના પુર્ણ પણ કરવામાં આવી, જેનું પાણી હાલમાં ચાલુ છે. આ યોજના ના લીધે ગામ માં જે ચોખ્ખુ પાણી આવતુ હતુ તેમાં આપશ્રી ઘ્વારા કાપ મુકેલ છે. પરંતુ જે લાખોની યોજના થકી પાણી રૂદ્દમાતા થી મળે છે એ પીવા માટે યોગ્ય નથી. તે પાણીમાં ગટર તેમજ અન્ય ઝેરી પદાર્થો મળેલ હોઈ શકે જે માનવ જીવન માટે જોખમકારક છે. તો આપ સાહબેશ્રીને નમ્ર વિનંતી છે કે, ગામને પીવામાં ઉપયોગ માં લઈ શકાય એ રાબેતા મુજબ ના નર્મદાના જ પાણીને ફરી એટલી જ માત્રામાં ઉપલબ્ધકરાવશો.