નાની રાયણમાં છ જુગાર પ્રેમીઓ ઝડપાયા: એક નાસ્યો

970736623Jugar

copy image

copy image

 માંડવી તાલુકાના નાની રાયણમાં રૂકમાવતી નદીના કિનારે ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને પોલીસે કબ્જે કર્યા હતા. જયારે એક ખેલી નાસી જવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ કોડાય પોલીસે નાની રાયણ ગામે આવેલી રૂકમાવતી નદીના દક્ષિણ કિનારે બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા. જયારે એક નાસી છૂટયો હતો. આ રેડમાં પોલીસે રોકડા રૂા. 13,630નો મુદ્દામાલ કબજો લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.