બિદડામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી કોડાય પોલીસ

માંડવી: તાલુકાના બિદડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોડાય પોલીસ ટીમે દરોડો પાડીને જુગાર રમતા ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પોલીસ કામગીરી દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા ગોવિંદ દાતણીયા, રાહુલ દાતણીયા અને હિંમત દાતણીયાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન ધાણીપાસાનો જુગાર રમતા આ ઈસમો પાસેથી રૂ. ૧૨,૫૭૦ ની રોકડ રકમ તથા ધાણીપાસા નંગ-૨ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કોડાય પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.