અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ , કે.જી.વી.બી. ફરાદી ખાતે યોજાયો હતો.

ફરાદી ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સૌપ્રથમ ભારતમાતા ની સન્મુખ દિપ પ્રાગટ્ય કરીને ગુરુ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા મંત્રી હિરેનભાઈ વાસાણી એ શાબ્દિક સ્વાગત કર્યુ અને તાલુકા અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ કન્નડ દ્વારા સંગઠન ની કાર્ય પ્રણાલી તેમજ આગામી કાર્યયોજના ની સમજ આપી હતી. કે.જી.વી.બી.ની બાલિકાઓ દ્વારા ગીત એવમ ગુરુ વિશે વક્તવ્ય આપ્યું.શ્રી રાજેશભાઈ સોરઠીયા દ્વારા કાર્યક્રમ અંતર્ગત પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું.શ્રી ધર્મેશભાઈ જોષી દ્વારા કાર્યક્રમ ના મુખ્ય વકતા એ ભારતીય સંસ્કૃતિ મા ગુરુ-શિષ્ય પરંપરાના સંબંધોની વાત કરી શ્રેષ્ઠ સમાજ નિર્માણ માં ગુરુ ની ભૂમિકા સમજાવી હતી.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા,રાજયમંત્રી રમેશ ભાઈ ગાગલ,જિલ્લા પ્રમુખ લખધીરસિંહ જાડેજા ,મંત્રી મયુરભાઈ પટેલ , વરિષ્ઠ ઉપાઘ્યક્ષ નિલેશભાઈ અબોટી,જિલ્લા ઉપાધ્યક્ષો નવીનભાઈ ખાંખલા,ભરત ભાઈ નાયી ,જુવાન સિંહ સોઢા,મહિલા ઉપાધ્યક્ષ દક્ષા બેન રાણીપા,કાંતિ ભાઈ રોઝ કોષાધ્યક્ષ,અનિલભાઈ, અલ્પેશભાઈ,અરવિંદભાઈ, મહેન્દ્ર ભાઈ, વનરાજ ભાઈ,હરેશભાઈ, લકુમભાઈ,મીરાબેન,નિશાબેન, કે.જી.વી.બી ના સ્ટાફ તેમજ તાલુકાના શિક્ષકો જોડાયા હતા. કે.જી.વી.બી ની તમામ દીકરીઓને શૈક્ષણિક કીટ શ્રી સુરેશભાઈ સંઘાર કચ્છ ભાજપ ઉપપ્રમુખ શ્રી તરફથી આપવામાં આવી તમામ શિક્ષકોને પેન તેમજ ભગવતગીતા આપીને ગુરુ વંદના કરવામાં આવી. શિક્ષકો ને પેન શ્રી પ્રવીણ ભાઈ કન્નડ તથા ભગવતગીતા ટીમ દ્વારા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન શુક્લ કર્યું હતું. અને આભારવિધિ તાલુકા મહિલા ઉપાધ્યક્ષ સંગીતાબેન રાજગોરે કરી હતી.