ભચાઉમાં બે જુથ વચ્ચે સશત્ર ધીંગાણું : ઘારીયા, ધોકા તલવાર વડે હુમલો, 12 જણા ઘવાયા
ભચાઉમાં કાયદો વ્યવસ્થાની કથડેલી સ્થિતિને બયાં કરતો બનાવ સામે આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબસોશ્યલ મીડીયાની પોસ્ટ બાબતે બે જુથ વચ્ચે સશત્રી ધીંગાણું ખેલાયું હતું. બન્ને પક્ષે 11 જણાને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ મામલે બન્ને જુથ વચ્ચે સામ સામી મહાવ્યથા સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આ બનાવ ગત રાત્રીના 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરીયાદીએ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીના મોટાભાઈ ના દિકરાની ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ધમકીની કોમેન્ટ કરાઈ હતી. નિવેદન માટે મુસ્લીમ છોકરાને બોલાવાયો હતો જેમાં ચેતનાબેન બારોટના છોકરા હર્ષિતે આ પોસ્ટ નાંખવા કહ્યું હતું. અને મુસ્લીમ છોકરાને પૈસા આપવાની પણ વાત કરી હતી. આ મામલે અજય બારોટને પોલીસ મથકે બોલાવીને ઠપકો આપ્યો હતો. આ મામલે સમાધાનની પણ ચર્ચા થઈ હતી. ગત રાત્રીના આરોપીઓ આર્મી સર્કલ પાસે તલવાર ધારીયા સહીતના ઘાતક હથીયારો સાથે ઉભા હતો આરોપીઓએ હુમલો કર્યો હતો. ફરીયાદી ઉપરાંત છ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ બે ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી. સામે પક્ષે ફરીયાદી આરોપીઓ બાર સામે પણ મહાવ્યથા, હત્યાનો પ્રયાસ સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓએ વાહન લઈ જવા બાબતે થયેલા જુના ઝઘડાનું મનદુખ રાખી હુમલો કર્યો હોવાનું કહેવાયું છે. ફરીયાદી સહિત છને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ ધારીયા,ધોકા જેવા હથીયારો વડે માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.