ભારતના એક એકાઉન્ટ પરની ફેક પોસ્ટથી યુએસ -ઇઝરાયલમાં મચી ગયો ખળભળાટ

image

અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈ હવે આકાશ કે હોર્મુઝ સુધી સીમિત રહી નથી પણ સોશિયલ મીડિયા ઉપર મિમ્સ અને ફેક ન્યૂઝનાં માધ્યમથી વધારે ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ એક ભારતીય એકાઉન્ટમાંથી શરૂ થયેલો ભ્રામક દાવો જોતજોતામાં ઈઝરાયલ અને અમેરિકાના પ્રમુખ સમાચારો સુધી પહોંચી ગયો હતો. ઈઝરાયલી પીએમ નેતન્યાહુએ તો પોતાનાં ભાષણમાં દાવાનો ઉલ્લેખ કર્યો હતો અને યુનોમાં અમેરિકાના રાજદૂત માઇક વાલ્ટ્ઝે પણ દાવો શેર કર્યો હતો. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની સેનાના કમાન્ડર જનરલ અહમદ વાહિદીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ પાસે પરમાણુ હથિયાર રહેશે ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ છોડશે નહીં. બાદમાં ઈઝરાયલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં આ પોસ્ટ ફરવા લાગી હતી અને એક ચેનલે પણ સમાચાર પ્રસારિત કર્યા હતા તેમજ દાવો થયો હતો કે ઈરાને પહેલી વખત પરમાણુ હથિયારની કોશિશ કબૂલી છે. હકીકતમાં આ દાવો મોસાદ કોમેન્ટ્રી નામના એક ભારતીય એકાઉન્ટમાંથી પોસ્ટ થયો હતો અને તેની કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નહોતી. પોસ્ટ શેર થયાના અડધા જ કલાકમાં ઈઝરાયલની ચેનલે સમાચાર પ્રસારિત કરી દીધા હતા.