“મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ સેમિનાર

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે
સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં
મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં સક્ષમ
થાય તે હેતુસર મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન” સપ્તાહની
ઉજવણી કરવામાં આવે છે.
તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી ભુજ ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી
પ્રભાબેન હુણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારુલબેન કારા, વાડાસર
ગામના સરપંચશ્રી પ્રીતિબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, પ્રમુખશ્રી અર્ચનાબેન, સેક્રેટરીશ્રી ડો.
મમતાબેન ભટ્ટ, મિશન કો-ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યના માધ્યમથી કરવામાં આવેલ, ત્યાર બાદ આજના
કાર્યક્રમને ધ્યાને લઈને મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરવામાં
આવેલ અને નારી વંદન ઉત્સવની ઉજવણી અને આ ઉજવણી પાછળના હેતુ વિષે માહિતી આપેલ. જીલ્લા પંચાયત પૂર્વ
પ્રમુખશ્રી પારુલબેન દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી અને ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે સરકાર
દ્વારા મહિલાઓલક્ષી અનેક યોજનાઓ અમલી થયેલ છે તો યોગ્ય પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ તેનો લાભ લેવો અને
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવા જણાવ્યું હતું
ઉક્ત કાર્યક્રમમાં મિશન કો-ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલા કલ્યાણ દિવસ અંગે પ્રાથમિક માહિતી
આપેલ અને ત્યારબાદ ઉપસ્થિત તમામને ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અન્વયે કાયદાકીય માહિતી આપવામાં આવેલ.
તેમજ મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વિષે માહિતી આપેલ હતી.
ત્યારબાદ જેન્ડર સ્પેશ્યાલિસ્ટશ્રી પૂજાબેન પરમાર દ્વારા આંગણવાડી અને તેના લાભ તથા ખાસ ૧૫ થી ૧૮વર્ષની
કિશોરીઓની આરોગ્ય ક્ષમતા વધારવા માટે પૂર્ણાશક્તિ પેકેટ આપવામાં આવે છે એના વિશે માહિતી આપવામાં આવેલ.
ખાસ તો આંગણવાડી વિષે માહિતી આપતા જણાવેલ કે, હાલની શિક્ષણનીતિના નિયમ મુજબ જે બાળક આંગણવાડીમાં
નામ નોધાવેલ હશે એજ બાળક આગળના અભ્યાસ અર્થે પ્રાથમિક શાળામાં નામ નોધાવી શકે છે અન્યથા પ્રવેશ મળવા પાત્ર
નથી વધુમાં પ્રવેશ સમયે આંગણવાડી કેન્દ્રનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. ખાસ કિશોરીઓ માટે આઈ.સી.ડી.એસ.વિભાગ
દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે અને તે માસ દરમ્યાન ખાસ કિશોરીઓના સ્વાસ્થ્ય બાબતે વિશેષ કામગીરી
કરે છે તેવું પ્રેમિલાબેન દ્વારા જણાવવામાં આવેલ.
કાર્યક્રમની આભારવિધિ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના પુજાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ
હતી. કાર્યક્રમને સફળ બનાવવા DHEW ટીમએ જહેમત ઉઠાવી હતી.