ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર-૦૮૩૩/૨૦૨૬ બી.એન.એસ. ની કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુન્હો તા.૧૫/૦૮/૨૦૨૬ ના કલાક.૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ.

જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા,સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઇ પરમાર, અશ્વિનભાઇ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહીલનાઓ સદર ગુનો શોધી કાઢવા ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર મધ્યે જુની રાવલવાડી આશાપુરા સોસાયટીમા બંધ મકાનમા થયેલ ચોરીમાં (૧) સુનિલ કૈલાશ વાઘરી રહે આશાપુરાનગર મહેશ્વરીવાસ ભુજ તથા (૨) આનંદ મુકેશભાઇ દેવીપુજક રહે રામનગરી ભુજ તથા (૩) રાહુલ મુકેશભાઇ દેવીપુજક રહે. હંગામીઆવાસ ભુજવાળાઓ સંકળાયેલ છે અને તેઓએ ચોરી કરી ગુનો આચરેલ છે જે તમામ હાલે સુનિલ કૈલાશ વાઘરીના કબ્જાના રહેણાક મકાને હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ તેમને ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવાઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.