મુંદરાના વવારમાં જુગાર રમતી દશ મહિલા રોકડ રૂા. 64 હજાર સાથે ઝડપાઇ
copy image

મુંદરા તાલુકાના વવાર ગામે એક મહિલા બહારથી મહિલા ખેલીઓને પોતાના ઘરે બોલાવી આંગણામાં જુગાર રમાડતી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી આધારે બાતમીનાં પગલે એલસીબીએ દરોડો પાડી દશ મહિલા ખેલીને રોકડ રૂા. 64,600ના મુદ્દામાલ સાથે પકડીને કાર્યવાહી કરી હતી. એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, વવારના રહેવાશી મહિલા તેના રહેણાંક મકાનના આંગણામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડે છે જે જુગાર હાલ ચાલુમા છે આથી એલસીબીએ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતી દશ મહિલાને રોકડા રૂા. 64,600ના મુદ્દામાલ સાથે ઝડપી પ્રાગપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.