પડાણામાં જુગાર રમતા આઠ આરોપી પોલીસના સકંજામાં
copy image

ગાંધીધામના પડાણા ગામની સીમમાં જુગાર રમતા આઠ ખેલીને પોલીસે સકંજામાં લીધા હતા.મળતી માહિતી મુજબ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. રૂદ્રાક્ષ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડયો હતો. આઠ આરોપીઓ જુગાર રમતા કબ્જે કર્યા હતા.પડમાંથી પોલીસે રોકડા રૂ. 1.04 લાખ કબજે કર્યા હતા.આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.