કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ — વિદેશીદારૂ કિં.રૂ.૮૩,૪૩૫/- નો મુદ્દામાલ કબ્જે

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા વિકેશભાઇ રાઠવાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નરેન્દ્રસિહ જાડેજા રહે.નુધાતડ વાળો જે નુધાતડ ગામની સિમમા કેનાલની બાજુમા બાવળોની ઝાડીમા ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂ રાખી તેનુ વેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૬/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની ક્લમ ૬૫(એ,ઈ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.