પ્રાગપર પો. સ્ટે. વિસ્તારમાંથી ગંજીપાના વડે હાર જીતનો જુગાર ઝડપાયો
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાગશ્રીબેન પાલુભાઇ ગઢવી રહે. વવાર તા. મુન્દ્રાવાળીઓ તેઓના રહેણાક મકાનના આંગણામાં ખુલ્લી જગ્યામાં બહાર થી ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુમા છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર મુજબના ઇસમોને ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.