સુગારિયા વાડીમાં ચાલતી જુગાર ક્લબનો પર્દાફાશ
copy image

અંજાર તાલુકાના સુગારિયા ગામમાં એક વાડીમાં ચાલતી જુગારની ક્લબનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ જુગારના અડ્ડામાંથી 10 ખેલીઓની ધરપકડ કરી રોકડ રૂા. 92,400 જપ્ત કરાયા હતા. મળતી માહિતી મુજબ સુગારિયા ગામમાં રહેતા અને સીમમાં ટકરીવાળી વાડી ધરાવતો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાડીમાં આવેલી ઓરડીમાં ગંજીપાના વડે અંદર -બહારનો જુગાર રમતા 10 શખ્સોને પકડી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 92,400 તથા 10 મોબાઈલ એમ કુલ રૂા. 1,42,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.