વનતારાએ CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ સ્કેનલોન AO ગવર્નિંગ કાઉન્સિલના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિમણૂક કરી

IMG_0224

 વનતારા એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે તેની નવી સ્થપાયેલી પાંચ સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલના પ્રારંભિક અધ્યક્ષ તરીકે સેવા આપવાનું આમંત્રણ જોન ઈ. સ્કેનલોન AOએ સ્વીકાર્યું છે. વનતારાના સંરક્ષણસંભાળ અને પુનર્વસનતથા અનુપાલન (કમ્પ્લાયન્સ) પ્રવૃત્તિઓની દેખરેખ રાખવાની એકંદર જવાબદારી આ ગવર્નિંગ કાઉન્સિલની છેજેમાં દરેક પ્રાણીની પ્રાપ્તિ (એક્વાયર કરવા) અંગેના અંતિમ નિર્ણયની સત્તા પણ સામેલ છે.“વનતારાએ તેની કામગીરીને રીસેટ કરવા માટે સાહસિક પગલાં ભરવાની સાથે બાહ્ય નિષ્ણાતોની પણ સલાહ માંગી છેમેળવી છે અને તે મુજબ કામ કર્યું છે. આ બદલાવ કરતી વખતેતેણે સ્વેચ્છાએ તેની આંતરિક ડ્યુ ડિલિજન્સ ગવર્નન્સનિપૂણતા અને પ્રક્રિયાઓને મજબૂત કરવા તેમજ એક્સ-સિચ્યુ એટલે કે કુદરતી નિવાસસ્થાન બહાર રેસ્ક્યૂની કામગીરીથી આગળ વધીને ભારત સહિત અન્ય દેશોને ઇન-સિચ્યુ એટલે કે કુદરતી નિવાસસ્થાનમાં સપોર્ટ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે,” તેમ શ્રી સ્કેનલોને જણાવ્યું હતું.“વનતારાનો વિકાસ થશે અને તે આ ફેરફારોને તેની દૈનિક કામગીરી સાથે વણી લેશેતેમ તેમ પ્રાણી કલ્યાણવન્યજીવ સંરક્ષણ અને સુમેળભર્યા સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા પર તેની વૈશ્વિક અસર સતત વધતી જશે. હું વનતારાને તેના રીસેટ પ્લાનને સાકાર કરવામાં મદદ કરવા અને લાંબા ગાળાનીપરિવર્તનકારી અસર ઊભી કરવા આતુર છું,” તેમ શ્રી સ્કેનલોને ઉમેર્યું હતું.શ્રી સ્કેનલોન પર્યાવરણ સુરક્ષા, પ્રકૃતિ જતન અને સતત વિકાસના મોરચે દરેક ખંડ અને ક્ષેત્રમાં કામ કરવાનો બહોળો અનુભવ અને નિપૂણતા ધરાવે છે, જેને તેઓ પોતાની સાથે વનતારામાં લઈ આવે છે. વ્યવસાયે વકીલ એવા શ્રી સ્કેનલોને ખાનગી ક્ષેત્ર, સરકારી ક્ષેત્રો, સંયુક્ત રાષ્ટ્ર (UN), આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સખાવતી સંસ્થાઓમાં વરિષ્ઠ નેતૃત્વના હોદ્દા સંભાળ્યા છે, અને તેમની વ્યહાત્મક દ્રષ્ટિ તથા પરિવર્તનકારી, વાસ્તવિક કામગીરી કરવાની ક્ષમતા માટે તેઓ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા ધરાવે છે.શ્રી સ્કેનલોનનો પ્રથમ વખત આ વર્ષના એપ્રિલમાં વનતારા દ્વારા સંપર્ક કરાયો હતો. તે સમયે તેમને વનતારા પર એક સ્વતંત્ર અહેવાલ અને ભલામણોનો સેટ તૈયાર કરવા જણાવાયું હતું. વનતારાથી પોતાની કામગીરીની સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરતી શરતો પર તેમની સાથે જોડાણ કરાયું હતું અને કેટલાક વ્યાપક પ્રવાસો પછી, તેમણે એક સ્વતંત્ર અહેવાલ અને ભલામણો પ્રસ્તુત કરી હતી. વનતારાએ તેમની ભલામણોનો સંપૂર્ણ અમલ કરવાનું વચન આપ્યું હતું, અને ત્યારબાદ આ ભલામણોના અમલીકરણમાં વનતારાને મદદ કરવા તેમજ વધુ વ્યાપકપણે માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવા તેમને સ્વતંત્ર પ્રભાર સાથે આગળની ભૂમિકાઓ અદા કરવા વિનંતી કરાઈ હતી.

ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેની તેમની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે શ્રી સ્કેનલોનની એક સ્વતંત્ર સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શ્રી સ્કેનલોનને 2019માં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેની ભૂમિકાઓ દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા માટેની વિશિષ્ટ સેવા બદલ પ્રતિષ્ઠિત ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’ (AO)થી નવાજવામાં આવ્યા હતા. તેમને એડિલેડ યુનિવર્સિટી ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમની એવોર્ડ, પ્રતિષ્ઠિત ચાઇનીઝ ગવર્નમેન્ટ ફ્રેન્ડશિપ એવોર્ડ, ફાઇનાન્સિયલ ક્રાઇમ ફાઇટર ઓફ ધ યર એવોર્ડ, અને યુએનઇપી (UNEP) બાઓબાબ એવોર્ડ ફોર ઇનોવેશન પણ એનાયત કરાયા છે.શ્રી સ્કેનલોનની ભૂતકાળની અને વર્તમાન ભૂમિકાઓની વિગતો આ મુજબ છે: સેક્રેટરી જનરલ, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા (જીનેવા); પ્રિન્સિપલ પોલિસી એડવાઇઝર, યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (નાઇરોબી); ડિરેક્ટર, એન્વાયર્નમેન્ટલ લો સેન્ટર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર-IUCN (બોન); ટ્રસ્ટી, રોયલ બોટેનિક ગાર્ડન્સ ક્યુ (લંડન); ચેર, ગ્લોબલ ઇનિશિયેટિવ ટુ એન્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ (હોંગકોંગ); ચેર, યુકે ગવર્નમેન્ટ ઇલ્લીગલ વાઇલ્ડલાઇફ ટ્રેડ ચેલેન્જ ફંડ એડવાઇઝરી ગ્રુપ (લંડન); એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ એન્વાયર્નમેન્ટલ લો (મેડ્રિડ); સ્ટ્રેટેજિક એડવાઇઝર, વર્લ્ડ કમિશન ઓન ડેમ્સ (કેપ ટાઉન); સીઇઓ, ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, હેરીટેજ એન્ડ એબોરિજિનલ અફેર્સ (એડિલેડ); ચેર, એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી (સિડની); કમિશનર, મુરે ડાર્લિંગ બેસિન કમિશન (કેનબેરા); અને મેમ્બર, સ્ટીયરિંગ કમિટી, IUCN વર્લ્ડ કમિશન ઓન એન્વાયર્નમેન્ટલ લો.શ્રી સ્કેનલોન વિશે વધુ માહિતી માટે પ્રોફાઇલ અહીં જુઓ: https://ch.linkedin.com/in/johnescanlonao વનતારા વિશે:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વંતારા એ પ્રાણી કલ્યાણ અને સંવર્ધન સંસ્થા છે.તેના એક્સ સિટુ (ex situ) પ્રોગ્રામ્સ (કુદરતી નિવાસસ્થાનની બહાર પૂરી પાડવામાં આવતી સંભાળ)માં અદ્યતન પશુચિકિત્સા, પ્રજાતિ-વિશિષ્ટ પોષણ, વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહુભાષી/બહુવિધ શ્રેણીની ટીમો દ્વારા સમર્થિત રેસ્ક્યૂ, પુનર્વસન, સારવાર અને (જરૂરી હોય ત્યાં) લાંબાગાળાની પ્રાણી સંભાળનો સમાવેશ થાય છે. વન વિસ્તારમાં પુનઃસ્થાપન દ્વારા યોગ્ય કુદરતી નિવાસસ્થાનોમાં સક્ષમ વસ્તીના ભવિષ્યના પુનઃસ્થાપનને ટેકો આપવા અહીં કન્ઝર્વેશન બ્રીડિંગ (સંવર્ધન બ્રીડિંગ) પ્રોગ્રામ્સ પણ હાથ ધરાય છે.તેનું ઇન સિટુ (in situ) સંવર્ધન કાર્ય (પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં સંવર્ધન) ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી સત્તાવાળાઓ, સંવર્ધન સંસ્થાઓ અને અન્ય ભાગીદારોના નેતૃત્વ હેઠળના સ્થાનિક પ્રજાતિઓના પુનઃસ્થાપન, નિવાસસ્થાનના પુનઃસ્થાપન અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપે છે.