ભુજ તાલુકાના નાના દિનારાની પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસે બાળકોને સમજણ અપાઈ

ખાવડા વિસ્તારના મોટા દીનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નાના દીનારા ગામ ની પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસની ઊજવણી કરવામાં આવી જેમાં મચ્છરના જીવન ચક્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના પોરા અને પ્યુપાનો ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યુ હતું, સાથે સાથે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ને ડેન્ગ્યુ ગૃહ કાર્ય કાર્ડની સમજ આપવામાં આવી અને પાણી જન્ય રોગો વિશે સમજણ .ઉપરાંત એન.ડી.ડી. કાર્યકમ અંતર્ગત બાળકો ને કૃમિ નાશક ટેબ્લેટ નો વિતરણ અને તેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ કામગીરીમાં એમ.પી.ડબલ્યુ.અનવર ભાઈ સમા , સી.એચ. ઓ.સચિન ભાઈ , વી.સી.ટી. અબ્બાસભાઈ, તેમજ શાળાના શિક્ષક,શિક્ષિકાઓ એ સહયોગ રહ્યો હતો
સમગ્ર સંચાલન પી.એચ.સી.સુપર વાઇઝર ઉમર ભાઈ એસ.સુમરા એ કર્યું અને આભાર વિધિ એમ.પી.ડબલ્યુ. અનવર સમા એ કરી હતી તેવું ઉમર શેર મામદ સમા એ એક યાદીમાં જણાવ્યું છે.