ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનમાં કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નરેશભાઈ ભોઈયા ની વરણી કરાઈ

image

સમાજ સેવાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા માંડવી તાલુકાના દેવપર (ગઢ) ગામના શ્રીનરેશભાઈ જેઠાભાઈ ભોઈયા જેઓ દેવપર (ગઢ) મહેશ્વરી સમાજમાં ઉપ પ્રમુખ તરીકે જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે. હાલ જ ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન – કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી છે. નરેશભાઈ છેલ્લા ઘણા સમયથી નિડરતા પૂર્વક ગરીબ, દલિત,આદિવાસી અને વંચિત વર્ગના હક્ક-અધિકાર માટે તેઓ હંમેશા મેદાનમાં રહ્યા છે. તેમની નિષ્પક્ષ અને સચોટ સમાજ સેવા થકી સમાજ અને સંગઠનમાં તેમનું વિશેષ માન છે. તેમની કાર્યનિષ્ઠા અને સેવાભાવને બિરદાવીને ભીમ આર્મી સંગઠને તેમના પર ભરોસો મુક્યો છે. કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે તેઓ ભીમ આર્મીના સંવિધાનિક વિચારો, કાર્યો અને આંદોલનોને જવાબદારી નિભાવશે. આ ગૌરવપૂર્ણ વરણીના સમાચારથી તેમના પરિવારજનો, સ્નેહીજનો, મિત્રો, અને સામાજિક આગેવાનોમાં ખુશીનો માહોલ છે. સૌએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.