દારૂ પીનારને 1000, વેંચનારને 5000, જામીનને 5000 દંડ બીજીવાર પકડાશે તેને ગામવાસીઓ જ પોલીસ સ્ટેશને સોંપશે

દારૂ પીનારને 1000, વેંચનારને 5000, જામીનને 5000 દંડ બીજીવાર પકડાશે તેને ગામવાસીઓ જ પોલીસ સ્ટેશને સોંપશે નવીન જોશી જ ભાવનગર લઠ્ઠાકાંડનું ભૂત હજુ ધુણી રહ્યું છે. તપાસના નામે નાટકોના એક પછી એક અંક ભજવાઈ રહ્યા છે. ગુનેગાર કોણ એ સાભિતથશે કે નહીં થાય એ યક્ષ પ્રશ્ન છે પણ આવી પીડા. મુશ્કેલી અને આફત આવતી જોઈને ચોંકી જાય એને શાણો માણસ કહેવાય. કચ્છના વાગડ વિસ્તારમાં અમુક શાણા યુવાનોની જાગૃત્તિ અને સજાગતાને પગલે ગત રવિવારે આખા વલ્લભપર ગામે ર્વાનુમતે દારૂબંધીના સજ્જડ અમલનો નિર્ણય લીધો અને પાંચ નિયમો થડ્યા તેમજ એ નિયમ પાલન માટે એક સમિતિની રચના કરી દારૂના …અનુસંધાન પાના નં.6 1500ની વસ્તીવાળા ગામે લક્ષ્મણ રેખા દોરી -ગામે લક્ષ્મણ રેખા દોરી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ પણ ‘દારૂથી નથી કરવો વિનાશ’ એવા સૂત્ર સાથે 1200થી 1500ની વસ્તીવાળા ગામે 20મી ઓગસ્ટના વલ્લભપર સમાજવાડીમાં બેઠક યોજી. વડીલો. બહેન-દીકરીયું, યુવાનોની હાજરીમાં એક સંકલ્પ લીધો અને પોતાના નિયમોની લક્ષ્મણ રેખા દોરી. વલ્લભપરના નિયમો -દારૂ પીધેલો પકડાય તેને 1000 રૂા. દંડ *દારૂ વેંચનારને 5000 રૂા. દંડ દર મહિને 20મી તારીખે સમિક્ષા બેઠક જેમાં આખું ગામ હાજર રહે તેવી તાકીદ દારૂ પીનાર-વેંચનાર બીજી વાર પકડાય તો સીધો પોલીસને સોંપી શાન ઠેકાણે લાવવીમ *આ દારૂના કેસમાં ગામનો કોઈ પણ પકડાય તો જે વ્યક્તિ જામીન પડે તેને 5000 રૂા. દંડ