લલિયાણા પાસે 3.3નું ભૂકંપ અનુભવાયું

image

તા. 24: કચ્છમાં ભૂસ્તરીય સળવળાટનો દોર જારી રહ્યો હોય તેમ ગત મોડી રાત્રે 1:30 વાગ્યે 3.3ની તીવ્રતાનું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિ.મી. દૂર લલિયાણા ગામ પાસે નોંધાયાનું સિસ્મોગ્રાફી રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા કહ્યું હતું. આ માસમાં કચ્છમાં ત્રણ હળવાં કંપન નોંધાઈ ચૂક્યાં છે.