કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ ગેસ સપ્લાય કરતી સી.એન.જી ગેસ પંપ શરુ કરવા રજૂઆત.

foto

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી) વાહનો માં વપરાતું એક સ્વસ્છ અને પર્યાવરણ ને અનુકુળ ઇંધણ છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારંવાર સી.એન.જી ગેસ વાપરવા અપીલ કરેલ છે. વાહનો અને પર્યાવરણ માટે ખુબજ અગત્ય નું છે. અને હવે ભારતભરમાં સી.એન.જી વાહનો પણ ઉપલબ્ધ છે. પરંતુ કચ્છ માં હજુ પણ સી.એન.જી પંપો ખુબજ ઓછા છે, વપરાશ અને વાહનો ની સંખ્યા ની દ્રષ્ટિ એ પંપો ઘણા ઓછા છે. સી.એન.જી વપરાતા વાહન ધારકો ને લાંબી લાઈનો માં ઉભું રહેવું પડે છે, મયનો વેડફાટ થાય છે. સાંસદશ્રી તરફથી ભારત પેટ્રોલીયમ કો.લી, ઇન્ડિયન ઓઈલ કો.લી, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી, ગુજરાત ગેસ લી, અદાણી ટોટલ ગેસ લી. ના ડાયરેક્ટરશ્રી ઓને ગાંધીધામ – અંજાર – આદિપુર તથા કચ્છ નાં વિવિધ તાલુકાઓ માં જરૂરિયાત મુજબ સી.એન.જી પંપો સ્થળ પસંદગી તથા અન્ય જરુરી પ્રક્રિયા હાથ ધરી બહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા ભલામણ પત્રો લાખેલ છે. ઉપરોક્ત બાબતે જનહિત ની દ્રષ્ટીએ પ્રાથમિકતા આપી હકારાત્મક અને ઝડપી કાર્યવાહી કરવા સાંસદશ્રી એ અનુરોધ કરેલ છે.