DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો!
copy image

ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસાવાયેલી પરંપરાગત મિસાઇલ પ્રણાલીઓની ટેકનિક હવે ભારતમાં રક્ષા ઉદ્યોગ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓને આપી દેવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી આંતરિક ઉદ્યોગોને બળ મળશે અને વધુ ઉત્પાદન થઇ શકશે. પહેલાં આ કાર્ય સરકારી સંસ્થાનો સુધી મર્યાદિત હતું. પરંતુહવે ખાનગી કંપનીઓ પણ મિસાઇલનું ઉત્પાદન કરી શકશે. આ પહેલ `આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવશે અને મિસાઇલ સિસ્ટમના વિકાસના તબક્કાથી લઇને ઔદ્યોગિક ઉત્પાદન સુધી લઇ જશે, જેથી ભારતમાં બચાવ સાથે ખાનગી કંપનીઓનો પાયો મજબૂત બનશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું. સેન્ટર ફોર એરોસ્પેસ પાવર એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના અભ્યાસમાં પાકિસ્તાનની અવકાશ ક્ષમતાનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને ચીન સાથેના સંશોધનમાં પાકિસ્તાને 16 મહિનામાં છ સેટેલાઇટ લોન્ચ કર્યા છે. પાક સેટેલાઇટ ઇન્ટેલિજન્સને જમીની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે જોડવાના પ્રયત્નમાં છે. સરકારે કહ્યું હતું કે, આ જોગવાઇથી ભારતની ઉચ્ચ સંરક્ષણ પ્રણાલીઓના વિકાસ અને નિર્માણમાં ભારતની ઔદ્યોગિક ક્ષમતાઓને લાભ થાય તે અંતર્ગત ડીઆરડીઓ દ્વારા કરાતા અવિરત પ્રયાસોને દર્શાવે છે. આ પહેલનો હેતુ દેશમાં જ ઉત્પાદન થઇ શકે અને મિસાઇલોની અછત દૂર થાય, નિકાસ વધારી શકાય અને બીજા દેશો પરની નિર્ભરતા નિવારી શકવાનો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે કે, જ્યારે ભારતના પડોશી દેશોમાં મિસાઇલની ક્ષમતાઓ વધી રહી છે અને તેને સ્થાનિક નેટવર્ક સાથે ઝડપથી જોડવામાં આવી રહી છે. સીએપીએસએસના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની અવકાશ ક્ષમતાઓના થતા વિસ્તારથી ભારતની સંરક્ષણ નીતિ પર અસર થઇ શકે છે. આ ક્ષમતાઓમાં પાકિસ્તાન ભારતનો સામનો કરવા ટેકનોલોજી વિકસાવે છે. ચીને પણ અંતરિક્ષ યાત્રીઓની ટ્રેનિંગ વધારી છે. આ સમયે ભારતના આ પગલાંથી દેશની ઘરેલુ ક્ષમતા વધશે, સાથે મહત્ત્વપૂર્ણ હથિયારોનું ઉત્પાદન જળવાઇ રહેશે. સ્થાનિક વિકસી શકશે અને વિદેશી નિકાસકારો પરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાશે.