નેપાળની મદદ માટે ભારતે 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલી

વિનાશક પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા નેપાળને સહાયરૂપ થવા ભારતે 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલી છે. ભારતે આ દુઃખદ સમયમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો અને અસરગ્રસ્ત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે આ પડકારજનક સમયમાં ભારત નેપાળ અને તેના લોકોની સાથે ઊભું છે.