રતનાલમાં વાડીમાંથી વાયરની તસ્કરી

vij chori

copy image

copy image

અંજાર તાલુકાના રતનાલમાં જી.ઇ.બી. સ્ટેશનની બાજુમાં આવેલી એક વાડીમાંથી નિશાચરોએ રૂા. 1000ના વાયરની તસકારી કરી હતી.આ અંગે સૂતરો માંથી મળતી માહિતી મુજબ રતનાલ ગામમાં તળાવ શેરીમાં રહેનાર ફરિયાદી ગામમાં જી.ઇ.બી. સ્ટેશનની બાજુમાં વાડી ધરાવે છે. ગત તા. 24/8ના વાડીમાં કામ કરનાર અજિત પાણીની મોટર ચાલુ કરી ઓટો મોડમાં રાખી આવ્યો હતો. બાદમાં તા. 25/8ના સવારે મોટર ચાલુ કરવા જતાં મોટર ચાલુ થઇ નહોતી, જેથી તપાસ કરતાં વાયર ગુમ હોવાનું જણાવ્યું હતું. નિશાચરોએ આ વાડીમાંથી 16 એમ.એમ.ના 60 ફૂટ એલ્યુમિનિયમના વાયરને કાપી તેની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે.