રાજ્ય સરકાર દ્વારા નવી ભુજ-અમદાવાદ-ગોધરા ડીલક્સ એક્સપ્રેસનું શુભારંભ કરવામાં આવ્યું.

તા. ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાજ્ય સરકાર દ્વાર કચ્છના પ્રવાસીઓ માટે ભેટ સમાન ભુજ શહેરના એસ.ટી બસ સ્ટેન્ડ મધ્યે ભુજ થી ગોધરા વાયા અમદાવાદ સ્લીપર બસનું ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના મંત્રી ધીરેનભાઈ લાલન તેમજ ભુજ એસ.ટી વિભાગના વિભાગીય નિયામકશ્રી એન. એસ. પટેલ સાહેબ, ભુજ ડેપો ના એસ.ટી.એસ પ્રેમજીભાઈ, ભુજ ડેપોના એ.ટી.આઈ વનરાજસિંહ.પી.જાડેજા, સહકારી મંડળ ભુજ વિભાગના પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા તેમજ ભુજ વિભાગ કર્મચારી મંડળના મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ બી. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા