રાપર કોંગ્રેસ અને કચ્છ જીલ્લા કોંગ્રેસ સિમિત ના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી

બેંકનું ATM અંદાજે ૩૦ દિવસથી બંધ હોવાના કારણે ગ્રીન પિન સહિતની જરૂરી બેંકિંગ સુવિધાઓ માટે રાપરના નાગરિકોને ભચાઉ અથવા ગાંધીધામ સુધી જવાની ફરજ પડી રહી છે.| રાપર કોંગ્રેસે માંગ કરી છે કે બંધ ATMને તાત્કાલિક રિપેરકરવામાં આવે અથવા નવું ATM ઉપલબ્ધ કરાવવામાં આવે. શક્ય હોય તો બેંકની બહાર સુરક્ષા વ્યવસ્થા સાથે CRM મશીન મૂકવામાં આવે જેથીનાગરિકોને ૨૪ કલાક બેંકિંગ સુવિધા મળી શકે અને બેંકની અંદરની ભીડ પણ ઘટે.
બીજું બેંકમાં પ્રવેશવાનો માર્ગ એકદમ સાંકડો હોય કોઈ ભવિષ્ય માં કોઈ અકસ્માત થાય તો બેન્કમાંથી નીકળી શકાય એમ નાં હોય તેનું નિરાકરણ લઇ આવવું .ઉપરાંત બેંકમાં વેન્ટીલેશન નાં હોય અતિશય ગરમી અને બફારો અનુભવાય છે તો અને બેંકમાં લાગેલ બધા AC બંધ હોય તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત બાબુભાઈ ચૌધરીએ બેંક મેનેજર અને RBI અને BANKING લોકપાલ સુધી કરી છે