વોંધ પાસેથી યુવાનનું અપહરણ કરી હુમલા અંગે સાત સામે ફરિયાદ

maramari

copy image

copy image

 ભચાઉના વોંધ પાસેથી એક યુવાન ચાલકનું અપહરણ કરી ભચાઉ લઇ જઇ તેના ઉપર હુમલો કરાતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ધાણેટીમાં ચામુંડા કૃપા રોડવેઝ, માતૃ લોજિસ્ટીકમાં કામ કરી ત્યાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનો યુવાનન પોતાનું વાહન લઇ ભરૂચ ….ખાતે ગાડીખાલી કરવા ગયો હતો ત્યારે ગાડી પાર્ક કરવા બાબતે અને વાહનચાલક સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. બાદમાં તે ભીમાસર ખાતે આવી રહ્યો હતો અને તા. 28/8ના વોંધ નજીક એક હોટેલમાં જમ્યા બાદ પોતાનું વાહન આગળ હંકારતા નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી ત્યાં આવી હતી, જેમાંથી આરોપી સાત શખ્સો નીકળ્યા હતા અને આ યુવાનનું અપહરણ કરી ભચાઉ લઇ ગયા હતા, જ્યાં તેના ઉપર પ્લાસ્ટિકની પાઇપ, ધોકા વડે હુમલો કરાયો હતો અને બીજીવાર અમારા કોઇ ડ્રાઇવરનું નામ લઇશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.