વરસામેડીમાં કારની હડફેટે બાઇકચાલક યુવાનનું કરું મોત

અંજારના વરસામેડી ગામમાં માર્ગ ઓળંગતા બાઇક ચાલકને કારે હડફેટે લેતાં બાઇક ચાલકનું મોત થયું હતું. વરસામેડીમાં ગત તા. 28/8ના આ જીવલેણ બનાવ બન્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ યુવાન બાઇક લઇને માર્ગ ઓળંગીને પસવારી બાજુના રોડ બાજુ જઇ રહ્યો હતો તેવામાં અંજાર તરફથી પુરપાટ આવતી કારએ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ સ્થાનિકે બાદમાં વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તપાસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. અકસ્માત વેળાએ ફરિયાદી ત્યાં જ હાજર હોવાનું ફરિયાદમાં કહેવાયું હતું.