આદિપુરમાં પતા ટીંચતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા

jugar

copy image

copy image

આદિપુરના 6 વાળી જનતા હાઉસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1,49,150  જપ્ત કર્યા હતા,આદિપુરમાં 6વાળી, જનતા હાઉસ વિસ્તારના મકાન નંબર 56 બહાર અમુક શખ્સો રાત્રે જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં પતા ટીંચતા આઠ શખ્સોને પકડી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પોલીસના હાથે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 1,49,150 તથા નવ મોબાઈલ એમ કુલ રૂા. 3,19,150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.જ્યારે બીજી બાજુ   ભુજ સમીપેના માધાપરમાં ઘરમાં જુગાર રમતા છ મહિલા સહિત નવ ખેલી ઝડપાયા હતા.દરમ્યાન તા. 30/8ના મધ્ય રાતે માધાપરની વૃંદાવન સોસાયટીમાં એક મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા છ મહિલા સહિત નવ ખેલીને રોકડા રૂા. 29,300, સાત મોબાઈલ કિં. રૂા. 45,000, એક ટુ વ્હીલર કિં. રૂા. 30,000 એમ કુલ રૂા. 1,04,300નો મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપીને જુગારધારા 4, 5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.