1.12 લાખના મુદામાલ સાથે સંયુક્ત રીતે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB તથા મુંદરા પોલીસ સ્ટેશન, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા મહેશકુમાર ચૌહાણનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “મુંદરા મધ્યે અલકનંદા સોસાયટી વિસ્તારમાં રહેતા પુનમચંદ વેલજી મહેશ્વરી હાલ રહે.અલકનંદા સોસાયટી, મુંદરા-કચ્છ., મુળ રહે બાયઠ, તા.માંડવી વાળો તેઓના કબ્જા ભોગવટા મકાનમાં બહારથી પુરૂષ ખેલીઓ તીનપતી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમવા આવનાર છે.” તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, મુંદરા વિભાગ મુંદરા નાઓ પાસેથી ગુજરાત જુગારધારા અધિનિયમ કલમ ૬ મુજબનું વોરન્ટ મેળવવા રીપોર્ટ કરી, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, મુંદરા વિભાગ મુંદરાનાઓની કચેરીનું વોરન્ટ નં.૦૬/૨૦૨૬ વાળુ મેળવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મુંદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર મુજબના ઇસમોને ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.