ધોરાવરના સીમાડામાં એક સાથે છ ગાયના મોત

image

સુમરાપોર-પચ્છમ તાલુકાના ધોરાવર ગામના સીમાડામાં રાત્રિના ભાગે ચરિયાણ માટે ગયેલા ધણ પૈકી છ ગાયના ભેદી મોતથી ચકચાર મચી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગામના માલધારીની ગાયો દરરોજ રાબેતા મુજબ રાત્રિના ભાગે સીમાડામાં ચરિયાણ માટે ગઇ હતી, પરંતુ આ ગાયો પરત ન ફરતાં માલિક દ્વારા સીમાડામાં શોધખોળ કરતાં આવતાં ગામથી થોડે દૂર છ ગાય ભેદી રીતે મોતને ભેટી હોવાનું માલૂમ પડયું હતું. સીમાડા કે ખેતરોમાં સંભવિત કોઇ પદાર્થ ખાધા બાદ અચાનક આ ગાયો મોતને ભેટી હોઇ શકે તેવો વસવસો માલધારીઓએ વ્યક્ત કર્યો હતો.