પદમપર ગામમાં આવેલા કુવામાં પડી જતાં 35 વર્ષીય યુવાનનું મોત
રાપર તાલુકાના પદમપર ગામમાં આવેલા કુવામાં પડી જતાં 35 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પદમપર ગામમાં આવેલા કુવામાં ગઇકાલે રાત્રે એક લાશ દેખાઇ હતી. જે અંગે ભચાઉ અગ્નિશમન દળને જાણ કરાતા દળના સભ્યો અહીં દોડી આવ્યા હતા. 100 ફૂટથી વધુ ઊંડા આ કુવામાં 30 ફૂટ જેટલું પાણી ભરલું હતું. જેમાં લાશ દેખાઇ હતી. કોહવાય ગયેલી આ લાશને બહાર કાઢવાના પ્રથમ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં ટીમના સભ્યને નીચે ઉતારી ખાટલો નાખી ખાટલા સાથે લાશને બહાર કાઢવામાં આવી હતી.