નખત્રાણાની પીજીવીસીએલની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. 7,57,427ના મુદામાલની તસ્કરી
copy image

નખત્રાણાની પીજીવીસીએલની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. 7,57,427ના મુદામાલની તસ્કરી થતા ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી મુજબ નખત્રાણા પોલીસ મથકે, જુનીયયર ઇજનેરએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 26-8ના રાતે બેથી ત્રણ અને 27-8ના રાતે બેથી 3-45 વાગ્યાના અરસામાં નખત્રાણાના પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે દીવાલ કુદી તેમાં ગેરકાયદે અપપ્રવેશ કરી ડીશ હાર્ડવેરમાં ભરેલા કોથળા નંગ 38 જેની કિ.રૂા. 3,73,547, જૂના ક્રેપ એલ્યુમીનીયમ વીજતાર આશરે 1.828 ટન જેની કિ.રૂા. 3,83,880 એમ કુલ્લે રૂા. 7,57,427 વાળા સામાનની ચોરી કરી લઇ ગયા છે. પોલીસ ચોરીની ફરિયાદ નોંધી છાનબીન આદરી છે.