ટોડા નજીક કારે બાઈકને અડફેટે લેતા યુવાનનું મૃત્યુ

મુંદરા તાલુકાના ટોડા નજીક કારે બાઈકને અડફેટે લેતા 30 વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઈજાના પગેલ સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમજ પાછળ બેઠેલાને ઈજા પહોંચી હતી. ગત તા. 2/9ના રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બાઈક લઈને વસંત ધેડા અને મનોજ ફુલિયા ટોડા માતાના દર્શન કરી કપાયા જ્યા નીકળ્યા હતા અને મુંદરા-અંજાર ધોરીમાર્ગ ટોડા ગામ નજીક ન્યુ મહાદેવ રાજસ્થાન હોટલ પાસે માર્ગ પરથી પસાર થતા હતા તેવામાં સફેદ કલરની વોક્સ વેગન વેન્ટો કારના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલાને સામાનય ઈજા થતા બન્ને 108 મારફત સારવાર અર્થે મુંદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. વસંતને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર અર્થે મોત નીપજ્યાની વિગતો પ્રાગપર પોલીસ મથકે જાહેર કરતા કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.