બેંક ઓફ બરોડા રાપર શાખામાં ગ્રાહકો સાથે અયોગ્ય વર્તન અને બેદરકારી અંગે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિની ઉચ્ચ સ્તરે રજુઆત..
બેંક ઓફ બરોડા, રાપર શાખામાં ગ્રાહકોને બેંકિંગ સેવાઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ગ્રાહકો સાથે કેટલાક કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું અયોગ્ય તથા ઓરમાયું વર્તન, ગ્રાહક સેવામાં ગંભીર બેદરકારી તેમજ જવાબદાર અધિકારીનો ટેલિફોનિક સંપર્ક ન થવા અંગે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
રાપર શાખામાં પોતાની નાણાકીય કામગીરી તથા જરૂરી બેંકિંગ સેવાઓ માટે આવતા ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું નથી અને તેમની રજૂઆતો તથા સમસ્યાઓનું સમયસર અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, શાખાના બ્રાન્ચ મેનેજરશ્રીનો ટેલિફોનિક સંપર્ક વારંવાર થઈ શકતો નથી, જેના કારણે ગ્રાહકો પોતાની તાત્કાલિક સમસ્યાઓ અંગે જવાબદાર અધિકારી સુધી પહોંચી શકતા નથી. શાખાનો લેન્ડલાઇન નંબર પણ વારંવાર બંધ/અકાર્યરત રહેતો હોવાના કારણે ગ્રાહકોને જરૂરી માહિતી કે સહાય માટે રૂબરૂ શાખામાં જવાની ફરજ પડે છે.
રાપર તાલુકા કોંગ્રેસ સમિતિએ આ સમગ્ર બાબતને માત્ર સામાન્ય ફરિયાદ ન ગણતા ગ્રાહક સેવા અને બેંકની જવાબદારી સાથે સંકળાયેલી ગંભીર બાબત ગણાવી છે.
ફરિયાદમાં બેંક ઓફ બરોડા રાપર શાખાની સમગ્ર ગ્રાહક સેવા વ્યવસ્થાની ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક તપાસ કરવા, ગ્રાહકો સાથે અયોગ્ય વર્તન અંગે જવાબદારી નક્કી કરવા, શાખાના મેનેજર તથા સંબંધિત કર્મચારીઓની કામગીરી અંગે જરૂરી વહીવટી તપાસ કરવા અને બેદરકારી સાબિત થાય તો બેંકના નિયમો મુજબ શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સાથે સાથે શાખાનો લેન્ડલાઇન નંબર તથા ગ્રાહકો માટેની સંપર્ક વ્યવસ્થા સતત કાર્યરત રાખવા, યોગ્ય ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા તથા ગ્રાહકોની ફરિયાદોનો સમયસર નિકાલ થાય તેની ખાતરી કરવા પણ માંગ કરવામાં આવી છે.
રાપર તાલુકા કોંગ્રેસ સમિતિએ બેંકના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ માંગ કરી છે કે આ ફરિયાદ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર અધિકારી/કર્મચારી સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે.
રાપર તાલુકા કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓ: 1. બેંક ઓફ બરોડા રાપર શાખાની સમગ્ર ગ્રાહક સેવા વ્યવસ્થાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે. 2. ગ્રાહકો સાથે અયોગ્ય તથા ઓરમાયું વર્તન કરનાર કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે. 3. બેદરકારી સાબિત થાય તો જવાબદાર અધિકારી/કર્મચારી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. 4. શાખાનો લેન્ડલાઇન નંબર તથા સંપર્ક વ્યવસ્થા સતત કાર્યરત રાખવામાં આવે. 1. ગ્રાહકોની ફરિયાદોનો સમયસર અને સંતોષકારક નિકાલ કરવામાં આવે. 2. સમગ્ર ફરિયાદ અંગે થયેલી તપાસ અને કાર્યવાહીનો લેખિત જવાબ આપવામાં આવે. 3. રાપર શાખામાં ગ્રાહકોને યોગ્ય, પારદર્શક, સન્માનજનક અને નિયમબદ્ધ બેંકિંગ સેવા મળે તેની ખાતરી કરવામાં આવે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે ગ્રાહકોના હિત સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને યોગ્ય તપાસ તથા કાર્યવાહી ન થાય તો ઉચ્ચ કક્ષાએ વધુ રજૂઆત કરવામાં આવશે.