કુપોષણ નિવારણ કેમ્પ, સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ અને સ્ત્રીરોગ તથાવ્યંધત્વ નિવારણ તથા દમ ઉધરસ ના દર્દી માટે નિશુલ્ક એક્સ રે

અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ મંગળવાર ના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ પીવડાવવામાં આવશે તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તથા કિશોરીઓ, ધાત્રીમાતા – ગર્ભીણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે. જુની શરદી, ખાંસી તથા દમ ના દર્દીઓ માટે નિશુલ્ક એક્સ રે તપાસ કરવામાં આવશે. તથા લોહીની ઉણપ ધરવતા વ્યક્તિઓને નિ:શુલ્ક લોહી ની તપાસ કરી આપવમા આવશે.સુવર્ણપ્રાશનના ફાયદાઓ સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવા વાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે.