અદાણી મુંદ્રા પોર્ટે કાર્ગો હેન્ડલિંગમાં નવા કીર્તિમાન સ્થાપ્યા

CT4 QC HiRes - Copy (1)

મુંદ્રા પોર્ટે અત્યાર સુધીનો સર્વોચ્ચ 18.60 મિલિયન મેટ્રિક ટન (MMT) માસિક કાર્ગો થ્રૂપુટ નોંધાવ્યો. આ સાથે જ, પોર્ટે ઓગસ્ટ મહિનામાં 8,19,046 TEUs કન્ટેનર હેન્ડલ કરીને અત્યાર સુધીનો સૌથી વધુ માસિક કન્ટેનર થ્રૂપુટ નોંધાવ્યો. આ સિદ્ધિ વૈશ્વિક તેમજ સ્થાનિક વેપાર માટે મુંદ્રા પોર્ટની વધતી જતી અગ્રણીતાને દર્શાવે છે. આ રેકોર્ડ કામગીરી મુંદ્રા પોર્ટની વધતી કાર્ગો માંગને અસરકારક રીતે સંભાળવાની ક્ષમતા તેમજ ગ્રાહકોને વિશ્વસ્તરીય અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રેલવે કામગીરીમાં પણ નવા વિક્રમ: મુંદ્રા પોર્ટના રેલ લોજિસ્ટિક્સ નેટવર્કે પણ ઓગસ્ટ મહિનામાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાવી, જેના કારણે હિન્ટરલેન્ડ કનેક્ટિવિટી અને કાર્ગો ઇવેક્યુએશન ક્ષમતામાં વધુ વધારો થયો છે. 29 ઓગસ્ટ 2026ના રોજ, મુંદ્રા પોર્ટે એક જ દિવસમાં 63 કન્ટેનર રેક્સ મારફતે 7,712 TEUs હેન્ડલ કરીને અત્યાર સુધીનો સર્વોચ્ચ દૈનિક કન્ટેનર રેલ વોલ્યુમ નોંધાવ્યો. તેમાં 3,476 TEUs નિકાસ (Export) અને 4,244 TEUs આયાત (Import) કાર્ગોનો સમાવેશ થાય છે. આ સિદ્ધિએ 26 જુલાઈ 2025ના રોજ નોંધાયેલા 7,332 TEUsના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો તે જ દિવસે, પોર્ટે 31 ટ્રેનો મારફતે 4,244 આયાત TEUs હેન્ડલ કરીને એક જ દિવસમાં સૌથી વધુ આયાત કન્ટેનર હેન્ડલિંગનો પણ નવો રેકોર્ડ સ્થાપ્યો. આ અગાઉ 26 જુલાઈ 2025ના રોજ 32 રેક્સ દ્વારા નોંધાયેલા 3,992 TEUsના રેકોર્ડ કરતાં વધુ છે. આ કામગીરી મુંદ્રા પોર્ટના રેલ આધારિત લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમની અસરકારકતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણથી વધશે ક્ષમતા: અન્ય એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, 1 ઓગસ્ટ 2026ના રોજ મુંદ્રા પોર્ટના R&D યાર્ડની લાઇન નંબર 12 અને 13 પરથી પ્રથમ લાંબા અંતરની (Long Haul) ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું.
R&D યાર્ડમાં લાઇન નંબર 12 અને 13ના વિસ્તરણથી ટ્રેન હેન્ડલિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ટ્રેનોના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થશે. પરિણામે કામગીરી વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે તથા ગ્રાહકોને વધુ ઉત્તમ સેવાઓ પ્રદાન કરી શકાશે.
ભારતના વિકાસને ગતિ આપતું અગ્રણિ બંદર: આ તમામ સિદ્ધિઓ મુંદ્રા પોર્ટ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઓપરેશનલ એક્સેલન્સ અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી ક્ષેત્રે કરવામાં આવતા સતત રોકાણને પ્રતિબિંબિત કરે છે. આ રેકોર્ડબ્રેકિંગ કામગીરી મુંદ્રા પોર્ટને ભારતના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના મહત્વપૂર્ણ એન્જિન તરીકે વધુ મજબૂત બનાવે છે તેમજ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ હબ બનાવવા માટેના દેશના વિઝનને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.