દયાપર કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર ખાતે બિરાજમાન કોટેશ્વર મહાદેવજીના મંદિરે ના સરોવર પોલીસ પરિવાર દ્વારા વાજતે ગાજતે ધ્વજા રોહણ કરાયુ
દયાપર કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર ખાતે બિરાજમાન કોટેશ્વર મહાદેવજીના મંદિરે ના સરોવર પોલીસ પરિવાર દ્વારા વાજતે ગાજતે ધ્વજા રોહણ કરાયુ નારાયણ સરોવર પોલીસ મથકના પીઆઇ જે બી કુણિયા, નારાયણ સરોવર જાગીર ના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, કોટેશ્વર મંદિરના મહંત દિનેશ ગીરીજી મહારાજ તેમજ ગામના આગેવાનો સાથે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો સહિતના મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં નારાયણ સરોવર થી કોટેશ્વર સુધી ઢોલ ત્રાંસા ના સુરો સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી બાદમાં અહીં બિરાજમાન કોટેશ્વર મહાદેવના પૂજન અર્ચન સાથે કોટેશ્વર મહાદેવના જયનાદ સાથે શિખર પર ધજા ચડાવવામાં આવી હતી ઉપસ્થિતિતો દ્વારા આ વિસ્તારમાં વહેલી તકે સચરાચાર વરસાદ થાય તેમજ લોકોમાં સુખાકારી રહે તેવી મહાદેવ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી