મિંદિયાળામાં બંધ ઘરની કડી તોડી 1.88 લાખની તફડંચી

CHORI....

copy image

copy image

અંજાર તાલુકાના મિંદિયાળા ગામમાં પરિવાર લગ્ન પ્રસંગે ગયો અને પાછળથી તસ્કરોએ કડી તોડી ઘરમાંથી રૂા. 1,88,400ના મુદામાલની ચોરી કરી નાસી ગયા હતા. મળતી માહિતી મુજબ મિંદિયાળામાં ગોગા ટેકરીએ રહેનાર નાગજી રબારી માલઢોરમાં મહારાષ્ટ્ર ખાતે ગયો છે, પાછળ તેના પત્ની અને બે દીકરા હતા. દરમ્યાન, આ ફરિયાદી મહિલાના કાકાઇ ભાઇના દીકરાના લગ્ન હોવાથી ગત તા. 3/9ના બપોરે આ મહિલા પોતાના ઘરને તાળાં મારી બંને દીકરા સાથે લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવીને આ મહિલા બપોરે પરત ફર્યા હતા. મુખ્ય દરવાજાને ખોલીને અંદર જતાં અંદરની કડી તૂટેલી જણાઇ હતી. આ મહિલાએ અનાજ ભરવાની ટાંકીમાં કપડાં, ગોદડાં વચ્ચે દાગીના, રોકડ રૂપિયા રાખ્યા હતા તે ટાંકી ખોલીને જોતાં દાગીના, રૂપિયા ગાયબ જણાયા હતા. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, તસ્કરોએ કડી તોડી અંદર ઘૂસી અંદરથી 6.82 ગ્રામની ચેન, કડલા, 1.310 ગ્રામની વીંટી, 1.270 ગ્રામની ફેન્સી વીંટી, 141 ગ્રામના સોનાના બે પેન્ડલ, 81.710 ગ્રામનું ફેન્સી મંગળસૂત્ર, માલઢોરમાંથી થયેલી આવકના રોકડ રૂા. 70,000 એમ કુલ રૂા. 1,88,400ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.