અંજારની બોર્ડિંગના ક્લાસ રૂમમાંથી ઝેરી પીણું પીધેલી લાશ મળતા ચર્ચા
અંજારની મિત્રી બોર્ડિંગના ક્લાસ રૂમમાંથી પાર્થ જશવંત ચાવડા ની લાશ ઝેરી પીણું પીધેલી હાલતમાં મળી આવી હતી. આ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અંજારમાં જૂની કોર્ટ પાછળ મિત્રી બોર્ડિંગમાં ગત તા. 8/9નાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મિત્રી અગ્રણી ગણાતા પાર્થ નામનો યુવાન અગમ્ય કારણોસર ઝેરી પીણું પીધેલી હાલતમાં ક્લાસ રૂમમાંથી મળી આવ્યો હતો. આ યુવાનને મૃત જાહેર કરાયો હતો. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.જ્યારે બીજી બાજુ ગાંધીધામના નવી સુંદરપુરીમાં કરણકુમાર ભાનુકાંત સોલંકી એ ગળે ફાંસો ખાઈ જીવ ટુંકાવ્યોગાંધીધામના નવી સુંદરપુરી તળાવડી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર કરણકુમાર નામનો યુવાન પોતાના ઘરે હતો દરમ્યાન ગઈકાલે તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.