માંડવીની જી. ટી. તથા ગુંદીયાળી હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન

માંડવી,તા.૨૨:  અત્રેની જી. ટી. તથા ગુંદીયાળી હાઈસ્કૂલમાં તાજેતરમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત બાળકોમાં તમાકુ અંગે જાગૃતિ આવે એ માટે પ્રશ્નોતરી હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે અનુક્રમે પેન ડ્રાઇવ, બેગ અને વોટરબેગ  આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા  ડૉ. ધીરજ ડુંગરખિયા, ડો.શોહાનાબેન, તાલુકા હેલ્થ સુપરવાઈઝર નીલાક્ષીબેન, ઝેડ. પી. નાથાણી તથા હાઇસ્કૂલના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *