ભુજ,તા.૨૧: ભુજના ચકાર કોટડા ગામના ૨૩ વર્ષીય યુવાન અનિલ પ્રેમજી મહેશ્વરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવાને નારાણપર (ભુજ) ગામે મહેશ્વરીવાસમાં પોતાના સબંધીને ત્યાં આ પગલું ભર્યું હતું. મૃતક અનિલ પાસે કોઈ કામ ધંધો ન હોઈ બેકારીના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.